બનાસકાંઠામાં વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે જળસંચયના કામો કરવા ખેડૂતોએ લીધી પ્રતિજ્ઞા

રતનસિંહ, બનાસકાંઠા: રાજ્યના છેવાડાના બનાસકાંઠા જિલ્લાના એવા ગામડાઓ છે કે જ્યાં કોઈ મોટા ડેમની વ્યવસ્થા ન હોવાને કારણે આ વિસ્તારમાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. હવે ભૂગર્ભજળ ઉંડા જતા ખેડૂતોને ખેતીના વ્યવસાય સાથે ટકી રહેવુંએ ચિંતાજનક બન્યું છે. પાલનપુર અને વડગામ પંથકના અનેક એવા ગામો છે કે જે ગામોમાં ભૂગર્ભ જળ તળિયા જાટક થઈ જતા ખેડૂતોને ખેતી કરવી તો કેવી રીતે તે એક સવાલ થયો છે. તે વચ્ચે હવે ખેડૂતો ભૂગર્ભજળને ઊંચા લાવવા જાત મહેનત કરવા મજબૂર બન્યા છે. ત્યારે આજે વિશ્વ જળ દિવસને લઈને બનાસકાંઠામાં ભૂગર્ભજળ ટકાવવા ખેડૂતો કેવા કેવા પ્રયાસો કરી રહ્યા છે. શું આ પ્રયાસોથી ભૂગર્ભજળ ઊંચા આવશે ખરી. જોઈએ આ ખાસ અહેવાલમાં.
ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક બની
રાજ્યના છેવાડાનો બનાસકાંઠા જિલ્લોએ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કેનાલો આવતા ખેડૂતો ટકી શક્યા પરંતુ જિલ્લાના પૂર્વ વિસ્તાર એટલે કે પાલનપુર, વડગામ સહીતના વિસ્તારોમાં કેનાલો, ડેમ કે મોટા સરોવરોની સુવિધાઓ ન હોવાને કારણે આ વિસ્તારમાં ભૂગર્ભ જળની સ્થિતિ ચિંતાજનક બની છે. આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી પાણી વહીના જાય અને આ પાણી જમીનમાં ઉતરે તે માટે જળસંચયના કામો કરવા ખેડૂતોએ પ્રતિજ્ઞા લીધી હતી. ભૂગર્ભમાં પાણીના હોવાના કારણે હવે ખેડૂતોએ વર્ષો જૂના બંધ હાલતમાં પડેલા બોર કુવામાં વરસાદી પાણી ઉતારવા માટે બેઠક યોજી પાણી બચાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ પણ વાંચો:KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, જાણો પિચ રિપોર્ટ
કામો કરવા પ્રતિજ્ઞા લેવડાવી
પાલનપુર તાલુકાના ઘણા ગામડાઓ મુખ્યત્વે વરસાદ આધારિત ખેતી ઉપર નિર્ભર છે. જિલ્લા કેટલાય વર્ષોથી આ ગામડાઓમાં સિંચાઈ માટેના પાણી માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. કે પાણીના તળ ઉમદા દેતા ખેડૂતો બોર બનાવીને રાખ્યા છે. હવે જળ સંચય અભિયાન તરફ આગળ વધ્યા છે. ત્યારે પાણી માટે જજુમતા ગઢ વિસ્તારના ખેડૂતો ઉનાળુ અને શિયાળું સિઝન પણ સારી રીતે ખેતી કરી શકે તે હેતુસર હવે આ વિસ્તારના ખેડૂતો જળસંચયના કામો માટે આગળ આવ્યા છે. આજે વિશ્વ જળ દિવસના દિવસે પાલનપુરના ગઢ ગામે ગઢ સહીત આસપાસના અનેક ગામના લોકો સાથે બેઠક કરી અને લોકોને જળસંચયના કામો કરવા પ્રતિજ્ઞા લેવડાવી. તો કેટલાક લોકોએ તો જળસંચયના કામો માટે શ્રી ગણેશ પણ કરી દીધા છે. ખેડૂતોને આશા છે કે આ જળસંચયના કામો થકી ભૂગર્ભજળ ઊંચા આવશે અને ખેડૂતો પોતાના વર્ષો જૂનો પારંપરિક ખેતીનો વ્યવસાય ટકાવી શકશે.