December 4, 2024

મારા 9 મહિનાના બાળકને ધમકી, જે હજી ઉભો થઈને ચાલતા પણ… Vikrant Masseyનું નિવેદન વાયરલ

Vikrant massey: બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીની ફિલ્મોમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ તેના ચાહકો વિચારમાં પડી ગયા છે. ત્યારે હવે અભિનેતાનું જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનમાં તેને તેના બાળક અંગે વાત કરી હતી.

થોડા સમય પહેલા અભિનેતાએ તેના 9 મહિનાના પુત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અભિનેતાએ આ નિવેદન ફિલ્મ ‘સાબરમતી રિપોર્ટ’ના પ્રમોશન કેમ્પેન દરમિયાન આપ્યું હતું. જે તેના સંવેદનશીલ વિષયને કારણે ચર્ચામાં હતી. આ સમય દરમિયાન વિક્રાંતે સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર મળી રહેલી ધમકીઓનો ખુલાસો કર્યો હતો. જેમાં તેના નવજાત પુત્રનું નામ પણ લેવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

નિવૃત્તિની જાહેરાતથી ચાહકો ચોંકી ગયા
વિક્રાંત મેસીએ 1 ડિસેમ્બરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે તે અભિનયમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે અને હવે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવશે. તેણે કહ્યું કે તે હવે પતિ, પિતા અને પુત્ર તરીકે પોતાની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિક્રાંતના અચાનક નિવૃતિના આ નિર્ણયથી તેના ચાહકોને ઝટકો લાગ્યો છે. પરંતુ તેની સાથે એક સમયે તેના દ્વારા આપવામાં આવેલી ચિંતાજનક ટિપ્પણી પણ સામે આવી છે. જેમાં તેણે પોતાના પુત્રની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: ચક્રવાતી તોફાનનો ખતરો હજુ ટળ્યો નથી, હવે આ રાજ્યોમાં મચાવશે તબાહી! IMDએ આપ્યું રેડ એલર્ટ

વિક્રાંત મેસીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના પ્રમોશનલ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર સતત ધમકીઓ મળી રહી છે. તેણે કહ્યું, ‘મને સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ધમકીઓ મળી રહી છે. લોકો જાણે છે કે હું 9 મહિના પહેલા એક પુત્રનો પિતા બન્યો હતો અને હવે તેનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. મારો બાળક હજી ચાલતા પણ નથી શીખ્યો. હું તેની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છું. આપણે કયા સમાજમાં જીવીએ છીએ? આ જોઈને દુઃખ થાય છે. પણ કોઈ ડર નથી. જો અમે ડરી ગયા હોત તો અમે ક્યારેય આ ફિલ્મ બનાવી શક્યા  ન હોત.