પાકિસ્તાનની હાઈજેક ટ્રેનના બંધકોનો વીડિયો આવ્યો સામે, જાણો કેવા છે હાલાત?

Pakistan: પાકિસ્તાનની ટ્રેન હાઇજેક થયાના સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. 11 માર્ચે બલૂચ લિબરેશન આર્મીએ 500 મુસાફરોને લઈને જતી જાફર એક્સપ્રેસને હાઈજેક કરી હતી. ટ્રેન અપહરણને 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે અને હજુ પણ 100 થી વધુ લોકોના જીવ બલૂચ બળવાખોરોના કબજામાં છે. 27 બલૂચ બળવાખોરો માર્યા ગયા હોવાના પણ અહેવાલ છે. આ દરમિયાન બચાવ કામગીરીમાં 104 લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલ છે. તેમના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમની ખરાબ હાલત જોઈ શકાય છે.

મહિલાઓ અને બાળકોને મુક્ત કરાયા
બલૂચ બળવાખોરોએ મુસાફરોથી ભરેલી પાકિસ્તાની ટ્રેન જાફરા એક્સપ્રેસનું અપહરણ કર્યું હતું. હવે બચાવ કામગીરીમાં મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તમે ડુંગરાળ વિસ્તારમાં નાના બાળકો અને મહિલાઓ જોઈ શકો છો. બધી સ્ત્રીઓ હિજાબ પહેરેલી છે.

બંધકોની હાલત ખરાબ
અપહરણ કરાયેલી ટ્રેનમાંથી મહિલાઓ અને બાળકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં બંધકોની ખરાબ હાલત જોઈને પાકિસ્તાન સરકાર ચિંતિત હોવી જોઈએ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બચાવ દરમિયાન કેવી રીતે બેભાન મહિલાને તેના હાથ અને પગ પકડીને લઈ જવામાં આવી રહી છે. આના પરથી તમે બંધકોની હાલતનો અંદાજ લગાવી શકો છો.

આ પણ વાંચો: અમદાવાદ RTOને 007 નંબરના 7.30 લાખ રૂપિયા ઉપજ્યા, પસંદગીના નંબરમાં 1.31 કરોડની આવક થઈ

બંધકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે બચાવ કામગીરી ચાલુ છે. આ વીડિયોમાં સેનાના લોકો એક વૃદ્ધ મહિલાને મદદ કરતા જોવા મળે છે. બીમાર દેખાતી આ મહિલાના ચહેરા પર ભય અને તકલીફ સ્પષ્ટ દેખાય છે.