‘મારી નહીં તો કોઈની નહીં…’, સુરતની યુવતીને ગળું કાપી મોતને ઘાટ ઉતારનાર સુરેશ જોગીનો વીડિયો આવ્યો સામે

Surat: સુરતના માંગરોળમાં વાંકલ બોરીયા માર્ગ પર યુવતીનું ગળું કાપી હત્યા મામલે વધુ એક ખુલાસો થયો છે. યુવતીની મોતને ઘાટ ઉતારનાર સુરેશ જોગીનો વીડિયો સામે આવ્યો છે. જેમા આરોપી વીડિયોમાં યુવક બ્રેકઅપ અંગેની વાતચીત કરી રહ્યો છે. બ્રેકઅપ બાદ બનાવેલ વીડિયોમાં મૃતક તેજસ્વિની ચૌધરીએ કોઈ યુવક સાથે પ્રોફાઈલ ફોટો મૂકતા સુરેશ હતાશ થઈ ગયો હતો. તેમજ મૃતક યુવતીએ સુરેશને સોશિયલ મીડિયામાં બ્લોક કર્યો હતો.
મળતી માહિતી અનુસાર મૃતક યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી હોવાની વાત સુરેશને કરી હતી. જે બાદ સુરેશ જોગી કોલેજ પર જઈ છોકરી પાસે માફી માંગી હોવાની વાત કરી રહ્યો છે. મૃતક તેજસ્વિનીએ અન્ય યુવક સાથેની સગાઈની ખોટી વાત ઉપસાવી હોવાનું યુવક કહી રહ્યો છે. તેમજ સુરેશ અને તેજસ્વિની 6 વર્ષથી પ્રેમસંબંધમાં હોવાની વાતનો પણ ખુલાસો થયો હતો. આ સિવાય મારી નહીં તો બીજાની નહી થવા દેવાની વાત સુરેશ જોગીએ કરી હતી. જોકે, તેજસ્વિની હત્યાકાંડના થોડા દિવસો પહેલા આ વીડિયો બનાવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં રોગચાળો ફેલાતા 30થી વધુ બીમાર, 1નું મોત