January 21, 2025

Video: રામલલા માટે આ યુવકની ગજબની ભક્તિ

ઉત્તરપ્રદેશ: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને દેશ વિદેશના લોકોમાં ઘણો ઉત્સાહ હતો. 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. એ દિવસે ખાસ હોય કે સામાન્ય બધા લોકો સરખા જ હતા. જે લોકો એ દિવસે અયોધ્યા નથી પહોંચી શક્યા એ લોકોએ પણ ભગવાન રામ અને અયોધ્યાને પોતાની અંદર સમાવામાં કોઈ કસર બાકી નથી રાખી.હાલ સોશ્યિલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક વ્યક્તિએ પોતાની પીઠ પર ભગવાન રામ અને રામ મંદિરનો ટેટુ કરાવી નાખ્યો છે. એક ભક્તની આવી ભક્તિ જોઈને લોકો પણ ચોંકી ઉઠ્યા છે.

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયમાં લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો આ શખ્સના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પીઠમાં આવા ટેટુ બનાવવાને લઈને આલોચના કરી રહ્યા છે.22 જાન્યુઆરીના આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ @ranjeet_rajak_15 નામના એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ranjeet (@ranjeet_rajak_15)

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો એક યૂઝરે વીડિયોમાં કમેન્ટ કરી હતી કે, માન્યુ કે તમે રામ ભગવાનના ભક્ત છો, પરંતુ ભક્તિ દેખાડવા માટે આ જગ્યા યોગ્ય નથી. તો બીજા એક યુઝરે કર્યું કે, ભગવાન માટે જો કાંઈ કરવું જ છે તો તેના ફોટોને નહીં, પરંતુ તેના ચરિત્રને જીવનમાં ઉતારો.