November 24, 2024

WhatsAppમાં વીડિયો કોલિંગમાં આવશે આ જોરદાર ફીચર

WhatsApp ટૂંક સમયમાં લાખો યુઝર્સ માટે એક મજેદાર ફીચર લાવશે. WhatsAppનું આ ફીચર હાલમાં જ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર વીડિયો કોલિંગ અનુભવને વધુ બહેતર બનાવી દેશે. વોટ્સએપ યુઝર્સને હવે વીડિયો કોલિંગ દરમિયાન આ ફીચરનો ઉપયોગ કરીને તેમના કોલને વધુ ઇન્ટરેક્ટિવ બનાવી શકે છે. આ સિવાય વોટ્સએપ ઘણા નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે, જે યુઝર્સના એપ અનુભવને વધુ સારો બનાવી દેશે.

નવી AR સુવિધા ઉપલબ્ધ થશે
WhatsAppનું આ ફીચર એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.16.7 અપડેટમાં જોવા મળી રહ્યું છે. વપરાશકર્તાઓને WhatsAppમાં આ નવું AR ફિલ્ટર મળવાનું શરૂ થશે. અપડેટ બાદ યુઝર્સને વીડિયો કોલિંગ દરમિયાન ફિલ્ટર લગાવવાનો ઓપશન મળશે. WABetaInfo એ WhatsAppના આ આવનાર ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. આ વિશેની માહિતી યુઝરને આપવામાં આવી છે.

આ પણ વાંચો: Olympic Games Paris 2024: ગૂગલે બનાવ્યું આજે ખાસ ડૂડલ

સ્ક્રીનશોટમાં જોઈ શકાય છે
વોટ્સએપનું આ કોલ ઈફેક્ટ ફીચર WABetaInfo દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં જોઈ શકાય છે. જે વીડિયો કૉલિંગને ઇન્ટરેક્ટિવ બનાવશે. આ AR ઈફેક્ટ દ્વારા યુઝર્સ કોલ દરમિયાન ચહેરા પર ફિલ્ટર લગાવીને કોલ કરી શકશે. આ સિવાય યુઝર્સને કોલ દરમિયાન ચહેરાને સ્મૂથ કરીને લો-લાઇટને સુધારવાની સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે WhatsAppનું આ ફીચર હાલમાં ટેસ્ટિંગ મોડમાં છે.