વેજીટેબલ સૂપ આ રીતે બનાવો શિયાળામાં, ઠંડી ઉડી જશે
Vegetable Soup: શિયાળાની સિઝનમાં ગરમ ગરમ ખાવાનું મન થાતું હોય છે. પરંતુ રોજ નવું નવું શું બનાવવું એ વિચાર આવતો નથી. કંઈક નવું બનાવીએ તો ખાવામાં મજા પણ આવે. ત્યારે અમે તમારા માટે વેજીટેબલ સૂપની રેસીપી લઈને આવ્યા છે. આવો જાણીએ કે આ વેજીટેબલ સૂપને કેવી રીતે બનાવશે.
વેજીટેબલ સૂપ બનાવવા માટે તમારે જરૂર પડશે
લીલું લસણ, બ્રોકોલી, લીલી ડુંગળી, ગાજર, વટાણા, બટાકા, મશરૂમ, શક્કરીયા, આદુ, પાલક, મેથી, ફુદીનો,
વેજીટેબલ સૂપ કેવી રીતે બનાવવો?
સ્ટેપ 1: સૌપ્રથમ લીલી ડુંગળી, ગાજર, લસણ, આદુ, વટાણા, બટેટા, પાલક, મેથી, ફુદીનો, મશરૂમ અને શક્કરિયા કે પછી તમને શાકભાજી જે પણ હોય તેને સમારી લો. આ તમામને હવે તમારે ફ્રાય પેનમાં મૂકીને તળવાના રહેશે. થોડું મીઠું નાંખો અને તેને પકાવો. હવે તમારે તેમાં વિનેગર થોડું નાંખવાનું રહેશે.
આ પણ વાંચો: ગાજરની બરફી સામે હલવો પણ છે ફેલ, જાણી લો રીત
સ્ટેપ 2: હવે તમારે તેમાં મકાઈનો લોટ નાંખવાનો રહેશે. 2 ગ્લાસ પાણી ઉમેરીને હવે તમારે તેમાં મીઠું અને કાળા મરી નાંખવાના રહેશે. આ પછી તમારે તેને પકાવાનું રહેશે. હવે તમે ઉપરથી કોથમીર ઉમેરો. તો તૈયાર છે તમારું વેજીટેબલ સૂપ.