December 17, 2024

વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, ગેનીબેન ઠાકોર સાંસદ બનતા સીટ ખાલી

અમદાવાદઃ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે અને ત્યારબાદ 23મી નવેમ્બરે મતગણતરી યોજવામાં આવશે. તો ઝારખંડમાં 13મી નવેમ્બરે અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે અને ત્યારબાદ 23મીએ નવેમ્બરે મતગણતરી યોજાશે.

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. આ અંગે ચૂંટણી પંચે 3.30 કલાકે પ્રેસ કોન્ફરન્ યોજી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26મી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે, જ્યારે ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ આવતા વર્ષે 5મી જાન્યુઆરીએ પૂરો થશે. મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો અને ઝારખંડમાં 81 વિધાનસભા બેઠકો છે. 2019માં મહારાષ્ટ્રમાં 1 તબક્કામાં જ્યારે ઝારખંડમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ વખતે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં જ્યારે ઝારખંડમાં 2 કે 3 તબક્કામાં મતદાન થવાની સંભાવના છે. જો કે, 2019માં બંને રાજ્યોમાં અલગ-અલગ ચૂંટણીઓ યોજાઈ હતી. મહારાષ્ટ્રની ચૂંટણી હરિયાણાની સાથે જ્યારે ઝારખંડની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઈ હતી.