January 22, 2025

વાવ પેટાચૂંટણી: ભાભર ખાતે સી આર પાટિલની અધ્યક્ષતામાં મળી બેઠક

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું હાલ પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે, ભાજપમાંથી વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાલ, વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં જે ત્રિપાંખિયો જંગ જામ્યો છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના દિગ્ગજ નેતાઓ પોતાના ઉમેદવારની જીત માટે સભાઓ ગુંજવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

ત્યારે, આજે ભાભર ખાતે સી. આર. પાટિલની અધ્યક્ષતામાં વાવ વિધાનસભાના આગેવાનો તેમજ ભાજપના નેતાઓ સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં ખાસ કરીને સ્વરૂપજી ઠાકોર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય બને તે માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

આ અંગે સી. આર. પાર્ટીલે જણાવ્યું હતું કે વર્ષ 2022 ની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઈ હતી જે બાદ 2024 માં લોકસભાની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ કરતા ભાજપને વધુ મત મળ્યા હતા. એટલે કે હવે 2024 ના વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થશે આ સીટ પર અત્યારે ત્રિપાંગિયો જંગ હોય કે પછી ચાર પાખીઓ જંગ ભાજપની જીત નિશ્ચિત છે.