કઈ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ? જાણો વાસ્તુના નિયમ
Vastu Shastra Tips: જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવું ખૂબ લાભદાયી માનવામાં આવે છે. વાસ્તુમાં દિશાઓનું ઘણું મોટું મહત્વ છે. માન્યતા છે કે રોજીંદા જીવનમાં શુભ-અશુભ દિશાઓનું ધ્યાન રાખીને કરવામાં આવેલ કામથી જીવનની અનેક અડચણોથી છૂટકારો મેળવી શકાય છે. આવી જ રીતે સૂતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. માન્યતાઓ અનુસાર ખોટી દિશામાં માથુ રાથીને સૂવાની વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે જેનો સામનો કરવો પડે છે. તો વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઇએ.
પૂર્વ દિશા
વાસ્તુ શાસ્ત્રમાં પૂરવ્ દિશા તરફ માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિશામાં માથું રાખીને સૂવાથી સ્મરણશક્તિ, એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારુ રહે છે. વિદ્યાર્થીઓને આ દિશામાં સૂવાથી લાભદાયી પરિણામ મળશે પરંતુ પૂર્વ દિશામાં પગ રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે.
પશ્ચિમ દિશા
વાસ્તુ અનુસાર, પશ્ચિમ દિશામાં માથું કરીને ન સૂવું જોઇએ. માન્યતા છે કે તેનાથી જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. આ દિશામાં માથું રાખીને સૂવાથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સૂવા માટે શુભ દિશા
વાસ્તુ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ઉત્તર દિશામાં માથું કરીને સૂવુ ખૂબ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે ચુંબકીય ઉર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ થાય છે. જેથી આ દિશામાં સૂવાથી વ્યક્તિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. ઉંઘ સારી આવે છે અને જીવનમાં ખુશીનો માહોલ રહે છે જેથી સૂતા સમયે દક્ષિણ દિશામાં માથું કરીને સૂવું જોઇએ.