December 16, 2024

રૂંવાડા ઉભા કરે એવું છે વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’નું ટીઝર

‘જવાન’ પછી દિગ્દર્શક એટલી કુમાર બીજી એક્શન થ્રિલર ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેમાં વરુણ ધવન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજે એટલીએ ફિલ્મના ટાઇટલ પરથી પડદો ઉઠાવી દીધો છે. વરુણ ધવન સ્ટારર ફિલ્મનું ધમાકેદાર ટીઝર પણ શેર કર્યું છે.

એટલીએ વીડિયો શેર કર્યો

ફિલ્મ ‘બેબી જોન’નું ટીઝર ફિલ્મના ડાયરેક્ટર એટલી કુમારે પણ શેર કર્યું છે. શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું – વર્ષ 2024નો સૌથી મોટી એન્ટરટેનર બેબી જોન. વરુણ ધવન, કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી. 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ટીઝર જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

થોડી મિનિટોના આ ટીઝરમાં વરુણ ધવન એકદમ જબરદસ્ત લુકમાં જોવા મળી રહ્યો છે. વરુણ ધવનનો આ લુક પહેલીવાર કોઈ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મના ટીઝરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મના ટીઝરમાં એક ઉત્તમ સિનેમેટિક વ્યુ જોવા મળ્યો હતો. આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ મુરાદ ખેતાની, પ્રિયા એટલી અને જ્યોતિ દેશપાંડે દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ વિશે સાથે વાત કરતાં વરુણે કહ્યું કે આ એક માસ એન્ટરટેઈનર ફિલ્મ હશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વરુણ અગાઉ જ્હાન્વી કપૂર સાથે ‘બાવળ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે જુલાઈ 2023માં રિલીઝ થઈ હતી. વરુણ અને એટલીની આ પહેલી ફિલ્મ છે. એટલીએ ગયા વર્ષે બે બ્લોગબસ્ટર ફિલ્મો આપી હતી. ‘પઠાણ’ અને ‘જવાન.’ આવી સ્થિતિમાં ચાહકોને એટલીની આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ ચાહકોની કસોટી પર કેટલી ખરી ઉતરે છે.