News 360
Breaking News

2006માં થયેલ મહિલાની હત્યાનો આરોપી આખરે 18 વર્ષે ઝડપાયો

વલસાડ: વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાનો આરોપી આખરે 18 વર્ષે ઝડપાઇ ગયો છે. આરોપી છેલ્લા 18 વર્ષથી નાસતો ફરતો હતો. વાપી ટાઉન પોલીસની ટીમે ICJS પોર્ટલની મદદથી આરોપીને શોધી કાઢ્યો અને આખરે તેની 18 વર્ષે ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, વર્ષ 2006માં કોલક નદીમાંથી મળેલી મહિલાની લાશના કેસમાં આરોપી વોન્ટેડ હતો. આરોપીએ વાપીના રાતા વિસ્તારમાં કેન્સર પીડિત પોતાની પત્નીની હત્યા કરી લાશને નજીકથી પસાર થતી કોલક નદીમાં લાશ ફેંકી દીધી હતી. પોલીસે આરોપીઓના સગા સબંધીઓની પુછપરછ કરી હતી. જોકે, આરોપીને ઝડપી પાડવામાં સફળતા નહોતી મળી.

આરોપીઓ વિશે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સ અંગેની માહિતી મેળવી તપાસ કરી હતી. ત્યારે હવે 18 વર્ષે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ આરોપી ગુનાની કબૂલાત કરી લીધી છે.