January 29, 2025

જાના થા જાપાન પહોંચે ચીન, રસ્તો ભૂલી ગઈ વંદેભારત, 90 મિનિટ લેટ

Vande Bharat Express: મહારાષ્ટ્રમાં એક એવો બનાવ સામે આવ્યો છે જેને વાંચીને તમને પહેલી વારમાં તો વિશ્વાસ નહીં થાય. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ (CSMT) – મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટમાંથી ભટકી ગઈ હતી. આ પછી તેને તેના રુટ પર ફરી મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો: કાનપુરના મુસ્લિમ બહુલ વિસ્તારમાં ખુલ્યું શિવ મંદિર, તૂટેલી મૂર્તિઓ મળી

ટેકનિકલ ખામીના કારણે તે અન્ય રૂટ પર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર નિકળી ગઈ હતી. આ ટ્રેન દિવા સ્ટેશન પર જઈ રહ્યી હતી. પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે અન્ય રૂટ પર જતી રહી હતી. દિવા-પનવેલ રેલ્વે માર્ગ પર પનવેલ સ્ટેશન તરફ જવાને બદલે આ ટ્રેન સવારે 6.10 વાગ્યે કલ્યાણ તરફ વળી જાય છે. આ ઘટનાને કારણે મધ્ય રેલવે પર મુંબઈ લોકલ ટ્રેન સેવાઓમાં વિલંબ થાય છે.