December 19, 2024

વંદે ભારત ટ્રેનમાં ઘોર બેદરકારી, સાંભારમાંથી નીકળ્યા જંતુ…!

Vande Bharat Train: વંદે ભારત ટ્રેનમાં ફરી એકવાર ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં મુસાફરને ખરાબ ભોજન આપવામાં આવ્યું છે. મુસાફરને પીરસવામાં આવેલા ભોજનમાં જંતુઓ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઘટના તિરુનેલવેલીથી ચેન્નાઈ રેલવે માર્ગ પર બની હતી.

સાંભરમાંથી મરેલા જંતુઓ બહાર કાઢ્યા
વંદે ભારત ટ્રેનમાં બગડેલા ભોજનના ફોટા અને વીડિયો મુસાફરોએ સોશિયલ મીડિયા શેર કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે સાંભારમાં સ્વિમિંગ કરતી હોય તેમ જીવાત તરી રહી હતી. મુસાફર તેને પોતાની આંગળીઓથી બહાર કાઢે છે. જોવામાં શેકેલું જીરું લાગે છે. આ બનાવ બનતાની સાથે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો આ વિશે અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે રેલવે ફૂડ પર સવાલો કર્યા છે.

આ પણ વાંચો: સુરતમાં રત્ન કલાકારે મંદી આવતા 9 લાખની કારમાં દહીંવડા વેચવાનું શરૂ કર્યું

રેલ્વેએ કેટરર સામે કડક કાર્યવાહી
આ બનાવ બનતાની સાથે રેલવેએ કેટરર પર 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રેલવે દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી બાદ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પહેલા પણ ઘણા એવા બનાવો સામે આવ્યા છે જેમાં વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.