December 25, 2024

વલસાડમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ક્યાંક વીજળી ગુલ તો નેશનલ હાઇવે પર પાણી ભરાયા

વલસાડઃ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે.

વલસાડના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત વાપી, પારડી વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના મોટાભાગના ગામોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજપ્રવાહ બંધ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ‘મહારાજ’ને હાઈકોર્ટની લીલીઝંડી છતાં વિરોધ, વૈષ્ણવાચાર્ય નેટફ્લિક્સ હેડક્વોર્ટર પહોંચ્યા

ખેરગામ રોડના નવીનીકરણ માટે રસ્તો પહોળો કરવામાં આવતા વરસાદી પાણીની ગટર પૂરાઈ ગઈ છે. ત્યારે વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે. તેને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ આણંદ કોલેરાગ્રસ્ત જાહેર, ઝાડા-ઉલટીનાં કેસ વધતા તંત્ર એક્શનમાં

પારડીના ચંદ્રપુર નજીક ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પરિસ્થિતિને ધ્યાને રાખતા વલસાડ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.