News 360
Breaking News

વલસાડમાં વકીલ-આર્કિટેક્ટ સહિત દલાલને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા

વલસાડઃ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ અને વાપી જિલ્લાના કેટલાક બિલ્ડર તથા વકીલને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

વલસાડ જિલ્લાના જાણીતા આર્કિટેક્ટ, વકીલ, દલાલને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. એકસાથે તમામને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, તમામના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે.