પારડીના પલસાણામાં 22 વર્ષીય યુવતીનો અંધશ્રદ્ધાએ લીધો જીવ, જાણો ચોંકાવનારા ખુલાસા

પારડીઃ તાલુકાના પલસાણા ગામે 22 વર્ષીય યુવતીનું અંધશ્રદ્ધામાં મોત મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. પારડી પોલીસે આ મામલે મૃતક યુવતીના પિતા, બે બહેન અને જમાઈ સામે ગુનો નોંધ્યો છે.

પરિવારની બેદરકારીથી યુવતીનો જીવ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. યુવતીને માતાજી આવતા હોવાથી તેના પર રૂનાં દીવડાં મૂક્યા હતા. તેને કારણે દિવ્યા ગંભીર રીતે દાઝી ગઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવાની જગ્યાએ ઘરે જ સારવાર કરવામાં આવી હતી. જેમાં તેની તબિયત વધુ લથડી હતી. પરિવારજનોની બેદરકારીને કારણે આખરે તેને તાત્કાલિક સારવાર ન મળતા દિવ્યાનું મોત નીપજ્યું હતું.