વલસાડના પારડીમાં યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ ડામ આવતા થયું મોત

વલસાડ: વલસાડના પારડીમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અંધશ્રદ્ધામાં યુવતીનો જીવ ગયો છે. પલસાણામાં યુવતીને માતાજી આવતા હોવાનું કહી ભૂવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભૂવાએ આકરા ડામ આપ્યા પછી યુવતીને ખેંચ આવી અને મોત થયું હતું. યુવતીના મૃતદેહને અંતિમક્રિયા માટે સ્મશાનમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતીના શરીર પર ડામ અપાયેલા નિશાન મળતાં ગ્રામજનો ચોંકી ઉઠયા હતા.

જેને લઈ આવેશમાં આવેલા લોકોએ ભૂવાને તમાચા માર્યા હતા. ભૂવાને તમાચા મારતા સ્મશાન છોડીને ભૂવો ફરાર થઈ ભાગી છૂટ્યો હતો. પારડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વિશેરા રિપોર્ટની રાહ જોઈ રહી છે.