વલસાડમાંથી 300થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત

વલસાડઃ જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. અમદાવાદ અને સુરત પછી વલસાડ જિલ્લામાં પણ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. 300થી વધુ સંદીગ્ધ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે.
24 કલાકમાં મોટી સંખ્યામાં પોલીસના ઓપરેશનમાં લોકોને ડિટેઇન કર્યા છે. તમામના ડોક્યુમેન્ટ્સ ચકાસવામાં આવશે, જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય અથવા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ મળી આવશે તો ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે.
વલસાડ જિલ્લા વાપી પોલીસ કેમ્પ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી છે. વલસાડના ધરમપુરમાં એક કાર્યક્રમમાં આવેલા ગૃહ રાજ્યમંત્રીએ વલસાડ જિલ્લા પોલીસની કામગીરીની માહિતી આપી હતી. વલસાડ જિલ્લાના વાપી, GIDC, ડુંગરા, સંજાણ, ઉંમરગામ જેવા વિસ્તારોમાં પોલીસે કામગીરી હાથ ધરી હતી.