December 22, 2024

વલસાડના સાંસદ ધવલ પટેલની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ, દર્દીઓનાં ખબરઅંતર પૂછ્યાં

વલસાડઃ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગના સાસંદ ધવલભાઈ પટેલ દ્વારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલા નાગરિકની વલસાડની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારની સ્થિતિ તેમજ ઘાયલ નાગરિકના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે રૂબરૂ મુલાકાત કરી હતી. ઘાયલના ખબરઅંતર પૂછી સારી સારવાર મળે તે માટે અધિકારીઓને સૂચના પણ આપી હતી.

આ ઉપરાંત હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓને રૂબરૂ મળી ખબર અંતર પૂછ્યા હતા. સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારની મુલાકાત કરી હતી. આ દરમિયાન ડોક્ટરોને સારવાર લઈ રહેલા દર્દીઓની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી, મુશ્કેલી, અગવડતા ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.