સાંસદ ધવલ પટેલની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત, વલસાડમાં ટ્રેનોના સ્ટોપેજ આપવા લેખિત રજૂઆત
વલસાડઃ લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખિત રજૂઆત કરી છે.
વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતો અને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજીને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા મુલાકાત ગોઠવી હતી.
તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તાર પૂર્વક લેખિત રજૂઆત કરી છે.