બાલદા GIDCમાં મળી આવ્યો મૃતદેહ, પોલીસને હત્યાની આશંકા

Valsad Crime: વલસાડના પારડીના બાલદા GIDCમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. બિલ્ડિંગમાંથી કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. બિલ્ડીંગના લિફ્ટના અંડર ગ્રાઉન્ડ પેસેજમાં ઈંટોની નીચે દાબાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ
પારડીના બાલદા GIDCમાં આવવારું એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરથી મૃત હાલતમાં મળેલ કિશોર કોણ છે તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે આ મૃત કિશોર અતુલ યોગેન્દ્ર શેન છે. જે પારડીનો રહેવાસી છે. તેનો જન્મદિવસ હતો તેના એક દિવસ અગાઉ તે ગુમ હતો. તેના પિતા અને કાકા તેને શોધવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન બિલ્ડીંગમાંથી શંકાસ્પદ હાલતમાં પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. કાકા અને પિતાને હત્યા થવાની આંશકા લાગી હતી. જે પછી પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા સામે પોલીસની લાલ આંખ, કરશે આ કાર્યવાહી
તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી ચે અને હત્યા થઈ હોવાનું તારણ પણ જણાવી રહી છે. ઘટના બનતા જિલ્લા પોલીસવડા સહિત પોલીસ, DYSP, PI FSL સહિતનો કાફલો ઘટનાસ્થળે પોહચ્યો હતો. બનાવને જોતા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જિલ્લા LCB, જિલ્લા SOG અને પારડી પોલીસની અલગ અલગ ટિમો તપાસમાં લાગી પોલીસે લાશનો કબ્જો લઇ PM ખાતે મોકલી અને PM રિપોર્ટ આવ્યા બાદ ઘટનામાં નવો વણાંક આવી શકે છે.