November 18, 2024

Valentine Day 2024: 14 ફેબ્રુઆરીએ શા માટે ઉજવવામાં આવે છે વેલેન્ટાઈન ડે?

valentine day

અમદાવાદ: આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. વેલેન્ટાઈન ડે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પ્રેમી પંખીડા માટે આ દિવસ ખુબ ખાસ છે. પરંતુ શુ તમને ખબર છે કે કેમ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં પણ 14 ફેબ્રુઆરીએ જ કેમ તેની ઉજવણી કરવામાં આવે છે? આવો જાણીએ અમારા આ ખાસ અહેવાલમાં.

વેલેન્ટાઈન વીકની શરૂઆત
પ્રેમમાં માનનારા લોકો માટે આજનો દિવસ ખુબ ખાસ છે. વેલેન્ટાઈન વીકની શરૂઆત વેલેન્ટાઈન વીક 7મી ફેબ્રુઆરીથી શરૂ થાય છે. 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે સાથે સમાપ્ત થાય છે. પરંતુ શું તમે ખબર છે કે આજના દિવસે જ કેમ વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વેલેન્ટાઈનની કહાની રોમના સંત વેલેન્ટાઈન સાથે જોડાયેલી છે. રોમન રાજા ક્લાઉડિયસ પ્રેમ શબ્દ સાથે અને પ્રેમની સખત વિરુદ્ધ હતા. તેઓનું માનવું છે કે સૈનિકો પ્રેમમાં પડી જાઈ તો તેનું કામમાંથી મન ઉડી જાઈ છે. જેના કારણે તેની અસર સેના પર પડે તો તેની અસર નબળી પડી જશે.

સંત વેલેન્ટાઈનને મૃત્યુદંડની સજા મળી
સંત વેલેન્ટાઈને લોકોના લગ્ન ગોઠવીને રાજા ક્લાઉડિયસની માન્યતાને ખોટી સાબિત કરી હતી. જેના કારણે રોમના રાજાએ તેને મૃત્યુદંડની સજા આપી હતી. આ પછી 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી હતી. તે જ દિવસથી વેલેન્ટાઈન ડેની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસથી જ રોમ સહિત સમગ્ર વિશ્વમાં 14મી ફેબ્રુઆરીના રોજ પ્રેમ દિવસ મનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

પ્રથમ વખત વેલેન્ટાઈન ડે ક્યારે ઉજવવામાં આવ્યો?
વેલેન્ટાઈન ડેની શરૂઆત રોમન તહેવારમાંથી કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. વેલેન્ટાઇન ડે વિશ્વમાં પ્રથમ વખત 496 માં ઉજવવામાં આવ્યો હતો. આ પછી, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં દર વર્ષે ખૂબ જ ધામધૂમથી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવાનું શરૂઆત થઈ હતી. આજના દિવસે લગ્નનું પણ આયોજન રોમના ઘણા શહેરોમાં કરવામાં આવે છે.