IPl 2025: વૈભવ સૂર્યવંશીના IPL ડેબ્યૂ પર તેના કોચે આપ્યું મેદાન

Vaibhav Suryavanshi: રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી મેદાનમાં આવતાની સાથે ચર્ચામાં આવ્યા છે. દરેક ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે. આ વચ્ચે વૈભવ સૂર્યવંશીના કોચે મોટું નિવેદન આપ્યું છે. આવો જાણીએ શું કહ્યું વૈભવ સૂર્યવંશીએ.

આ પણ વાંચો: CSK ઓલરાઉન્ડર ખેલાડીએ દિલ જીતી લીધું, 10 યુવા ખેલાડીઓને 70 હજાર રૂપિયાની કરી મદદ

વૈભવ સૂર્યવંશીના કોચે કહી આ વાત
વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાએ ક્રિકેટનેક્સ્ટ સાથે વાત કરતા કહ્યું, “જ્યારે વૈભવનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થયો ત્યારે અમે પહેલાથી જ ખૂબ ખુશ હતા. આટલા દર્શકો સામે તે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે મને ગર્વ તો હતો પરંતુ તેની સાથે સાથે મારું મારું હૃદય ધડકવા લાગ્યું હતું. મને ખૂબ જ ગર્વ છે કે આવડી ઉંમરમાં તે આવડા મોટા સ્તર પર પહોંચી ગયો છે. , મને ચિંતા હતી કે તે તેની ડેબ્યૂ મેચમાં કેવું પ્રદર્શન કરશે. તે મારા માટે એક રોમાંચક અને ગર્વની ક્ષણ હતી.