વૈભવે મેદાનમાં આવતાની સાથે જ પોતાનો જલવો બતાવ્યો, આઉટ થતાંની સાથે આંખોમાંથી આંસુ વહી ગયા

Vaibhav Suryavanshi: રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને મેદાનમાં ઉતરવાની તક આપી હતી. જેમાં તેણે 34 રનની શાનદાર ઇનિંગ આપી હતી. 34 રનથી આઉટ થતાની સાથે તે ઘણો ભાવુક જોવા મળી રહ્યો હતો. જોકે રાજસ્થાનની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો:VS General Hospitalના 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

શાનદાર ઇનિંગ રમીને બધાનું દિલ જીતી લીધું
રાજસ્થાન રોયલ્સને ભલે હારનો સામનો કરવાનો વારો આવ્યો. પરંતુ લખનૌ સામેની મેચમાં રાજસ્થાનને એક હીરો મળી ગયો છે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને એક પ્રભાવશાળી ખેલાડી તરીકે તક આપી હતી. જેમાં તેને 20 બોલમાં 34 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને બધાનું દિલ જીતી લીધું હતું. પેવેલિયન પરત ફરતી વખતે વૈભવ ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યો હતો. તેની આંખમાંથી આંસુ વહેતા થઈ ગયા હતા. વૈભવ સૂર્યવંશીને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં IPLમાં પોતાનો ડેબ્યૂ મેચ રમવાની તક મળી હતી. પહેલા બોલ પર સિક્સર મારી હતી. આવું કરનાર તે 10મો ખેલાડી છે. આઈપીએલ 2025ની મેગા હરાજીમાં રાજસ્થાન રોયલ્સ દ્વારા વૈભવને 1 કરોડ 10 લાખ રૂપિયામાં તેની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો.