વાઘોડિયાના પાંચ દેવલા ગામે GRD જવાનની દારૂની મહેફિલ પર રેડ, 6ની ધરપકડ

વડોદરાઃ વાઘોડિયા તાલુકાના પાંચ દેવલા ગામે GRD જવાને દારૂની મહેફિલ યોજી હતી. GRD જવાનની દારૂની મહેફિલ પર જરોદ પોલીસે દરોડો પાડ્યો હતો. મહેફિલ માણતા GRD જવાન ધનરાજસિંહ કનુભાઈ ચૌહાણ સહિત છની ધરપકડ કરી છે.
ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનના લોકપમાં તેને પૂરવામાં આવ્યો છે. રાત્રે એક વાગ્યે દારૂની મહેફિલ પર પેટ્રોલિંગ પર નિકળેલા PIએ રેડ કરી હતી. બાઈક પર પોલીસનો દંડો જોઈ ખુદ PI ચોંકી ઉઠ્યા હતા. જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા GRD જવાન સહિત કુલ સાત સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઊર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કાર, બાઇક, મોબાઈલ, વિદેશી શરાબ સહિત કુલ 4,06,700 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.