January 27, 2025

વડોદરાના તપન પરમાર હત્યા કેસ મામલે 10 પોલીસકર્મી સસ્પેન્ડ

Vadodara Tapan Parmar Murder Case

વડોદરાઃ તપન પરમાર હત્યા કેસ મામલે શહેરના PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે તમામ સામે કાર્યવાહી હાથ ધરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીજેપીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યા બાદ કારેલીબાગ પોલીસ પર તવાઈ બોલાવવામાં આવી છે. કારેલીબાગ પોલીસ મથકના સેકન્ડ પીઆઇ, PSI પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સેકન્ડ પીઆઇ, PSI, ડી-સ્ટાફ સહિત કુલ 10 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ પણ આ મામલે બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.