વડોદરામાં સિકલીગર ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો, 10ની ધરપકડ

વડોદરાઃ રાજ્યમાં અવારનવાર સિકલીગર ગેંગનો આતંક વર્તાતો હોય છે. ત્યારે વડોદરામાં ફરી એકવાર સિકલીગર ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરામાં સિકલીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સિકલીગર ગેંગના 17 સભ્યો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગેંગે છેલ્લા 19 વર્ષમાં 263 ગુના આચર્યા છે. વિવિધ વિસ્તારમાં લૂંટ, ચોરી જેવા ગુનાઓનાં કારણે લોકોમાં ભયનો માહોલ હતો.
પોલીસે મેન્ટર પ્રોજેક્ટમાં ધ્યાન રાખ્યું તેમ છતાં ચોરી કરતા હતા. ત્યારે આ મામલે 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પહેલેથી 3 આરોપીઓ જેલમાં છે અને 4 આરોપીઓ ફરાર છે.