સાવલીમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોનાં મોત
વડોદરાઃ સાવલી ટિંબા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈકચાલક યુવાકોના મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવકો એક જ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં કંચન સોલંકી અને ચાવડા ભરતનું મોત થયું છે. યુવક નોકરી છૂટી ઘરે જતો હતો, જ્યારે બીજો યુવક સાવલી તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.