January 8, 2025

વડોદરાના સાવલી દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ, એક ફરાર

વડોદરા: સાવલી તાલુકામાં ઈંટોના ભઠ્ઠાના માલિકે આચરેલા દુષ્કર્મનો મામલે બે આરોપીમાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઇંટોના ભઠ્ઠાના માલિક બે સગા ભાઈ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કાલું શરમ તુલ્લાહ પઠાણ અને એનુલ હસન શરમ તુલ્લાહ સામે ફરિયાદ નોંધાઈ હતી. ભાદરવાના કબીર બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠા પર પરણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પરણીતા પર 25 ડિસેમ્બરની રાત્રે 11 વાગે ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ હતું.

એનુલ હસન શરમ તુલ્લાહે પરણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની કોઈને જાણ કરીશ તો પરણીતાના પતિને માર મારવાની ધમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી એનુલ હસન શરમ તુલ્લાહની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે.