બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મામલે વડોદરા પોલીસનું સર્ચ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ

વડોદરા: બાંગ્લાદેશીઓના ગેરકાયદે વસવાટ મામલે વડોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ફતેપુરા, કાલુપુરા અને તુલસીવાડી વિસ્તારમાંથી 100 જેટલા લોકોને કુંભારવાડા પોલીસ સ્ટેશન લવાયા છે.

હાલ ક્રાઇમ બ્રાંચની ટીમ તેમની તપાસ કરી રહી છે. બંગાળી કે બાંગ્લાદેશી કારીગરોના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે.