વડોદરામાં મહી નદીમાં ઝંપલાવી કિશોર-કિશોરીનો આપઘાત, શોધખોળ ચાલુ
વડોદરાઃ સાવલીના પોઈચા કનોડા નજીક કિશોર-કિશોરીએ આપધાત કર્યાની આશંકા છે. મહી નદીના બ્રિજ નીચેથી બાઈક, મોબાઈલ, બેગ, ચપ્પલ અને જેકેટ મળી આવ્યું છે. મોતની છલાંગ લગાવી હોવાની આશંકાના પગલે શોધખોળ શરૂ કરી છે.
પોલીસે સ્થાનિક તરવૈયાઓ તેમજ ફાયર બ્રિગેડના જવાનોની લઈને શોધખોળ હાથ ધરી છે. નદીના પાણીમાં શોધવા વડોદરાથી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી છે. બંને કિશોર-કિશોરી વાંકાનેર એનબી ભાવશાળામાં ભણતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
ત્યારે આ ઘટનાની જાણ થતા જ બંનેના પરિવારજનો નદી કિનારે દોડી આવ્યા હતા. હજુ સુધી બને ટીનેજર પ્રેમીના મૃતદેહ મળી આવ્યા નથી.