November 25, 2024

નરેન્દ્ર મોદી-પેડ્રો સાંચેઝના હસ્તે ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. ત્યારે વડોદરામાં વડાપ્રધાન મોદી સહિત સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે. બંને દેશના વડાપ્રધાને લોકોનું હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું છે.

ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરશે. સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કરશે. આ માટે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ તેમની પત્ની સાથે મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અહીં તેઓને ગુજરાતી ગરબા અને ઢોલ-નગારાના તાલે આવકારવામાં આવ્યા હતા.

ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનના ઉદ્દઘાટન પહેલાં તેઓ એરપોર્ટથી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધી રોડ શો કરશે. દરમિયાન બે દેશોના વડાપ્રધાન શહેરમાં છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા 33 રૂટ પર પ્રવેશબંધી અને તેના વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.