વડોદરા: તમિલ સમાજે પંગુની ઉત્તરમ પર્વને લઇને નીકાળી શોભાયાત્રા
વડોદરા: રાજ્યભરમાં તમિલ સમાજ દ્વારા દર વર્ષે પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા પણ દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વચ્ચે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 45 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉતરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 45મો પંગુની ઉતરમ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંગુની ઉતરણની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાથસ્વરમ અને ચંડી મેલમ, દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી અને સવારે 6:30 વાગ્યે સુરસાગર તળાવથી શોભાયાત્રા શરૂ થઈ હતી અને સ્ટેશન રોડ પહોંચી હતી. જે બાદ આ શોભાયાત્રાની 11 વાગ્યે દૂધના અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ
તમને જણાવી દઇએ કે વડોદરામાં લગભગ 125 વર્ષ જૂનું મંદિર છે. વર્ષ 2010માં આ નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીં દર વર્ષે કાવડયાત્રા નીકાળવામાં આવે છે. આ 45મું વર્ષ છે. તમિલનાડુના 10 હજારથી વધુ લોકો વડોદરામાં રહે છે. એટલા માટે વર્ષે ભગવાન કાર્તિક સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. હાલ આ યાત્રામાં 400 થી 500 જેટલા લોકો જોડાયા હતા. જેમ જેમ યાત્રા આગળ વધી તેમ ભક્તોની સંખ્યામાં વધારો થયો હતો. આ પંગુની ઉતરમની કાવડી યાત્રા છે. વડોદરામાં સ્ટેશનની સામે એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનું નામ જય અંબે કાર્તિક મંદિર છે. ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે. આ સમુદાય હાલ આ મંદિરની રક્ષા કરે છે. તેમના પૂર્વજોએ આ મંદિરની ખૂબ જ રક્ષા કરી છે. ભગવાન કાર્તિક દર વર્ષે આ રીતે યાત્રા કરે છે તે ઇતિહાસ છે. સુરસાગર મંદિરથી શરૂ થઈને કાફલાને ઉપાડીને કાર્તિક મંદિર સુધી લઈ જવામાં આવે છે. તમામ તમિલ, દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો તેમાં ભાગ લે છે.