માલિકની શ્વાન માટે વફાદારી… કેનાલમાં પડેલા શ્વાનને બચાવવા જતાં માલિકનું મોત, શ્વાનનો બચાવ
vadodara: કહેવાય છે કે કૂતરુ એક વફાદાર પ્રાણી છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જેમા કૂતરામા માલિક તેના માટે વફાદાર નીકળ્યા છે. વડોદરા શહેરની અંકોડિયા નર્મદા કેનાલમાં શ્વાનને બચાવવા જતા માલિકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
કૂતરાને વફાદાર કેહવાય છે ત્યારે માલિકે …..
અંકોડિયા નર્મદા કેનાલની બાજુની જગ્યા માં તેમના સ્વાન સાથે વોક પર નીકળ્યા હતા,વોક કરતા કરતા સ્વાન નર્મદા કેનાલમાં પડી જતા માલિક એ પોતે સ્વાન ને બચાવવા કેનલમાં છલાંગ લગાવી હતી અને સ્વાન બચી ગયો હતો અને માલિક નું મોત નીપજ્યું હતું pic.twitter.com/abJBIH8zhx— Vadodara (@vadodara_click) January 22, 2025
મળતી માહિતી અનુસાર દર્શન ક્લબ લાઇફ પાસે રહેતા રઘુનાથ પિલ્લેની 51 વર્ષની ઉંમર છે. જેઓ સવાર-સવારમાં બચ્ચાને લઈમે વોક પર નીકળ્યા હતા. જે દરમિયાન શ્વાન કેનાલમાં પડી જતા માલિકે તેને બચાવવા માટે કેનાલમાં છલાંગ લગાવી હતી. જે બાદ શ્વાન તો બચી ગયું હતું. રઘુનાથ પિલ્લેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈમે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ રઘુનાથ પિલ્લેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: સગાઈ કરી હોવા છતાં પ્રેમી સાથે ભાગી યુવતી… દાઝ રાખી યુવકે યુવતીની કાકી પર કર્યો એસિડ એટેક