News 360
April 6, 2025
Breaking News

વડોદરામાં સાડા ચાર વર્ષના બાળક સાથે અત્યાચાર; બાળકને નીચે પટકી, પગ પર બેસી ધમકાવ્યો

વડોદરાઃ શહેરમાં સાડા ચાર વર્ષના બાળક સાથે અમાનુષી અત્યાચાર થયા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે ન્યૂ હોરિઝોન ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ડો. મીરાં અને સહાયક પૂજા પર આરોપ લગાવવામાં આવ્યો છે.

આ મામલે બાળકના માતાએ જણાવ્યું છે કે, સેન્ટરના સંચાલિકા સામે પોલીસ અને સરકાર કડક કાર્યવાહી કરે. અમે અમારો બાળક ડેવલપ થાય, બોલતા શીખે તે માટે અહીંયા મૂક્યો હતો. સેન્ટરના ડો. મીરાંએ મારા બાળકને નીચે પટક્યું હતું. તેના પગ પર બેસીને ધમકાવ્યો હતો. આ મામલે મેં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સેન્ટર બંધ થવું જોઈએ. ત્રણ મહિનાના મારી પાસે 39000 રૂપિયા લીધા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, ડો. મીરા પોતાની કરતૂત સ્વીકારવા તૈયાર નથી. સીસીટીવી ચેક કરવા અમને ધક્કા ખવડાવ્યાં. અન્ય એક બાળક સાથે પણ અમાનુષી અત્યાચાર ગુજાર્યો છે. પરંતુ તેના માતાપિતા સામે આવવા માંગતા નથી.