વડોદરાની નવરચના શાળાને ધમકી ભર્યો મળ્યો ઈમેલ, બોમ્બ સ્કવોડની ટીમે શરૂ કરી તપાસ
Vadodara News: વડોદરાની નવરચના શાળાને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે. શાળામાં બોંમ હોવાનો ઈમેલ મળતા જ પોલીસેને જાણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારી અને બોમ્બ સ્કોડ પહોંચી શાળા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ખંભાતમાં ATSએ દવા બનાવતી ગેરકાયદે ફેક્ટરી પકડી પાડી, 100કરોડની આસપાસનો મુદ્દામાલ ઝડપાયો
સલામતી અમારી પ્રાયોરિટી
વડોદરાની નવરચના શાળાને ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે શિક્ષકોની સાથે વાલીઓમાં ખળભળાટ મચી ગઈ છે. ધમકી ભર્યો ઈમેલ મળતા બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી. શાળાએ વાલીઓને અપીલ કરી છે કે ગભરાવાની જરૂર નથી. સલામતી અમારી પ્રાયોરિટી છે.