December 26, 2024

વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહી, સતત ત્રીજા દિવસે બુલડોઝરવાળી ચાલુ

વડોદરાઃ મહાનગરપાલિકાએ સતત ત્રીજા દિવસે બુલડોઝરની કાર્યવાહી યથાવત્ રાખી છે. પૂર્વ કોર્પોરેટરના પુત્ર ની હત્યા બાદ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ત્રીજા દિવસે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

કોર્પોરેશન દ્વારા સંવેદનશીલ દુધવાલા મહોલ્લામાંથી દબાણ દૂર કરવામાં આવ્યા છે. દબાણ શાખાની કાર્યવાહીથી ભયભીત વેપારીઓએ લારી-ગલ્લા ગલીઓમાં છુપાવ્યા છે. ડીસીપી લીના પાટીલે જાતે ગલીઓમાં ઘૂસીને લારી ગલ્લા જપ્ત કર્યા છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.