નશામાં ધૂત કારચાલકે રોંગસાઇડ કાર ચલાવી અકસ્માત સર્જ્યો
વડોદરાઃ શહેરના મકરપુરા રોડ પર કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. ગઈકાલે રાત્રે નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઘણાં લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ લોકો સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, નશામાં ધૂત કારચાલકે રોંગ સાઇડ પર કાર ચલાવતા ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. વાઇસ ખાન નામના શખ્સે નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી આવ્યા હતા. ત્યારે ટોળાએ નશામાં ધૂત કારચાલક વાઇસ ખાનને પકડીને મેથીપાક ચખાડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નશામાં ધૂત કારચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.