વડોદરામાં ખાળકૂવા બાબતે બબાલ થતા પાડોશીની હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

વડોદરાઃ શહેરમાં ગઈકાલે ખાળકૂવામાં પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક પિયુષ રાઠોડને પડોશી પ્રવિણ પંચાલ, તેની પત્નીઅને બનેવી દ્વારા માર મારવામાં આવ્યો હતો. ગડદા પાટુનો માર મારતા પિયુષ રાઠોડનું મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે લક્ષ્મીપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પાડોશી પ્રવિણભાઈ પંચાલ, શીતલ પંચાલ અને રમેશભાઈ સિખલીગરની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.