આજથી વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થશે

વડોદરા: આજથી વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ શરૂ થવા જઈ રહી છે. કોટંબી સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે મહાસંગ્રામ જામશે. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.

કોટંબી સ્ટેડિમમાં 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ રમાવવાની છે. ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે. સચિન તેંડુલકર, યુવરાજસિંગ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે. ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. મ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે.