માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, વડોદરામાં રમકડાંએ 4 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મૂક્યો

Vadodara: વડોદરાના સાવલીના ડેસરમાં નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ચોકલેટ સાથે ફ્રી આવેલ રમકડાંએ ચાર વર્ષની બાળકીનો જીવ જોખમમાં મુકી દેતા પરિવારજનોમાં ચિંતામાં મૂકાઈ ગયા હતા. જોકે, તાત્કાલિક સારવાર બાદ LED બલ્બ બહાર કાઢવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ચોકલેટ ખાઈ બાળકી લાઈટ વાળા રમકડાંથી રમી રહી હતી. રમત રમતમાં બાળકી રમકડામાં આવેલ LED બલ્બ તાર સાથે ગળી ગઈ. જે બાદ માતાને જાણ થતા બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સોનોગ્રાફી અને એક્સરે કરાવતા બાળકીના શરીરમાં આડી થઇ ગયેલ તાર સાથેની LED લાઇટ હોવાનું સામે આવ્યું હતું. જોકે, તબીબી ટીમ દ્વારા એન્ડ્રોસ્કોપી કરીને બાળકીના શરીરમાંથી એલઇડી બલ્બ બહાર કાઢવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હીમાં ગરમીથી હાલત ખરાબ, UP-બિહારમાં આપ્યું વરસાદનું એલર્ટ