વડોદરામાં ફૂડ ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું, “તમે બહુ સુંદર છો”
Delivery Boy Vadodara: વડોદરામાં ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો હોવાનું સામે આવ્યું છે. અલકાપુરીમાં ઝોમેટોના ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી છેડતી કરી હતી. ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ મહિલાની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાનો હાથ પકડીને કહ્યું કે તું મને બહુ પસંદ છે.
આ પણ વાંચો: ઉત્તરાયણના દિવસે ઠંડી હશે કે નહીં? હવામાન વિભાગે કરી આગાહી
ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ
છેડતીના કિસ્સાઓ રાજ્યમાં વધી રહ્યા છે. પરંતુ હવે તો ઘરે પણ મહિલાઓ સેફ નથી તેવા કિસ્સા સામે આવે છે. વડોદરામાં ઓનલાઈન ફૂડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ઝોમેટોના ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડીને કહ્યું કે મહિલાનો હાથ પકડીને કહ્યું કે તું મને બહુ પસંદ છે. મહિલાએ પરિવારને વાત કરી હતી અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઝોમેટોના ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે કરી ધરપકડ કરી હતી.