January 13, 2025

વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં લાગી આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

Vadodara Fire Incident: વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીમાં ફાઇબરના પતરા બનાવવામાં આવતા હતા.

આ પણ વાંચો: બાજરાની ઈડલી ખાધી છે? આ રીતથી બનાવશો તો ટેસ્ટ યાદ રહી જશે

તાત્કાલિક ઘટના સ્થળે
ડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ અગમ્ય કારણોસર લાગવાના કારણે લાગી છે. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર લશ્કરોએ આગ પર સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી રહ્યા છે. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. એક જ દિવસમાં 2 જગ્યાએ આગ લાગી છે. રાજકોટમાં આવેલી ગોપાલ ફેક્ટરીમાં પણ આજના દિવસે આગ લાગી હતી.