April 12, 2025

ન્હાતી મહિલાનો વીડિયો ઉતારનારા મૌલાનાની ધરપકડ, ફરિયાદીએ કહ્યું – કડકમાં કડક સજા કરો

વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં રહેતા મૌલાનાનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં સ્નાન કરતી મહિલાનો ચોરીછૂપીથી વીડિયો ઉતારતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. ત્યારે આ મામલે પોલીસે આરોપી મૌલાનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સાસુ નમાઝ પઢવા માટે ગયા હતા. ત્યારે સ્નાન કરવા ગયેલી વધૂનો વીડિયો ઉતાર્યો હતો. બારીમાંથી મૌલાનાએ સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ કારસ્તાન સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું.

મહિલાને જાણ થતાં જ સીસીટીવી ચેક કરાવતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે કલ્યાણનગરમાં રહેતા મૌલાના હારુન હાફિઝ પઠાણની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે.

ફરિયાદી મહિલાએ કહ્યું કે, મૌલાનાને કડકમાં કડક સજા મળવી જોઈએ. આરોપી અમારા મહોલ્લામાં જ રહે છે. આ મૌલાનાની ઊંચી પહોંચ છે. જો કોઈ કુંવારી દીકરી હોત તો આજે સમાજમાં કોઈ તેની સાથે લગ્ન પણ ન કરત. મારે પાંચ સંતાન હોવા છતાં મૌલાનાએ શૈતાન બની મારા પર દાનત બગાડી.