July 1, 2024

વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો, 9 લોકો સંપર્કવિહોણા

દર્શન ચૌધરી, વડોદરાઃ શહેરનો પરિવાર સિક્કિમના લાચુંગમાં ફરવા માટે ગયો હતો. ગત સાત તારીખે 9 લોકો ફરવા માટે ગયા હતા. આ દરમિયાન સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા ભૂસ્ખલનની સ્થિતી સર્જાઈ હતી. ત્યારબાદ રાણા પરિવારના સભ્યો સંપર્કવિહોણા બનતા વડોદરા રહેતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા છે. તેમને હેમખેમ પરત લાવવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. વિતેલા 2 દિવસથી તેમનો કોઈ સંપર્ક ન થયો હોવાનું વડોદરા રહેતા પરિજન જણાવી રહ્યા છે.

વડોદરામાં રહેતો રાણા પરિવારના 9 સભ્યો 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું. અને ભૂસ્ખલન સર્જાયું હતું. જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા. તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્કવિહોણા બન્યા હતા.

આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી

વિતેલા બે દિવસથી રાણા પરિવારના સભ્યોનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેને લઇને રાણા પરિવારના વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા. તેમના જણાવ્યા અનુસાર, ફરવા ગયેલા પરિવારના સભ્યો આજે હવાઈ મારફતે વડોદરા આવવાના હતા. પરંતુ વિતેલા 2 દિવસથી તેઓ સંપર્ક થઈ શક્યો નથી. ફરવા ગયેલા સભ્યોમાં રામચંદ્રભાઇના બે મોટા બહેન, એક નાનો ભાઈ તથા તેમના પરિવારનો સમાવેશ થાય છે. તેમણે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માટે માગ કરી છે.

આ પણ વાંચોઃ ઇમ્પેક્ટ ફી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 6 મહિનાની મુદ્દત વધારી

સિક્કિમમાં ફસાયેલાં વ્યક્તિઓનાં નામ

કલાવતીબેન રાણા
રાવીશભાઈ રાણા
જલ્પાબેન રાણા
જ્યોત્સનાબેન રાણા
જીનલ રાણા
જયશ્રીબેન રાણા
અશોકભાઈ રાણા
જૈનેશભાઈ રાણા
રેખાબેન રાણા