November 15, 2024

વડોદરામાં ઇદ-ગણેશ વિસર્જન એકસાથે, પોલીસ તંત્ર સજ્જ

વડોદરાઃ શહેરમાં ઇદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનનો કાર્યક્રમ એકસાથે યોજાવવાનો છે. ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

પોલીસ કમિશનર જણાવે છે કે, ‘આગામી વિસર્જન યાત્રાને લઈ પોલીસ સજ્જ થઈ ગઈ છે. શહેરની અલગ અલગ દિશામાં વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. ચાર નવા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘સમગ્ર શહેરમાં પોલીસનો 6500થી વધુનો કાફલો તહેનાત રહેશે. કોન્સ્ટેબલથી લઈ પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ ફરજ બજાવશે. એસઆરપી તેમજ આરએએફની ટુકડીઓ તહેનાત રહેશે. મુસ્લિમ ધાર્મિક નેતાઓ સાથે સવારથી 2 વાગ્યા સુધીમાં પૂર્ણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે.’

તેમણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જણાવ્યુ હતુ કે, ‘કોઈપણ જાતની અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરથી નજર રાખશે. તહેવારોને લઈ તમામ તૈયારી પૂર્ણ આજે સાંજથી અમલ કરશે.’