September 19, 2024

કૂતરાંઓના ખસીકરણ માટે વાર્ષિક 1.20 કરોડનું બજેટ, છતાં ત્રાસ યથાવત્

vadodara 1.20 crore annual budget for dog culling yet torture persists

ફાઇલ તસવીર

વડોદરાઃ સ્ટ્રીટ ડોગની સંખ્યા આમ તો દિન પ્રતિદિન વધતી હોય છે, પરંતુ વડોદરા શહેરમાં છેલ્લા 9 વર્ષથી સ્ટ્રીટ ડોગની સંખ્યાની ગણતરી જ કરવામાં આવી નથી. 2014-15માં સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા 44,000 જેટલી આંકવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષે 1.20 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ/ઇન્ડિયા સાથે મળીને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે, આ કામગીરી હાલ સુધીમાં 86 ટકા જેટલી પૂર્ણ કરવામાં આવી છે.

શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ છે તે જ રીતે રખડતા શ્વાનનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે. કેટલાક સ્થળોએ રખડતા કૂતરા કરડતા હોવાની પણ અનેક ફરિયાદો ઉઠે છે. પાલિકા દ્વારા સ્ટ્રીટ ડોગ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવે છે. જે વાર્ષિક 1.20 કરોડનું હોય છે. 2014માં એક અંદાજ મુજબ વડોદરામાં 17 ટકા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.

ત્યારપછી 23,696 કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જો કે, વડોદરામાં કૂતરાઓના ખસીકરણમાં 86 ટકાએ પહોંચ્યો છે, પરંતુ કૂતરાં કરડવાના બનાવોમાં સતત વધારો થવાથી લોકો પણ ભયભીત રહે છે, આટલુ ખસીકરણ થઇ ગયું હોય તો પણ કૂતરાઓની વસ્તી શહેરમાં વધતી જ રહી છે. કૂતરાં કરડવાનું પ્રમાણ વધી ગયું છે. શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જરા પણ ઓછો થયો નથી. રાત્રે રોડ પર પસાર થતા ટુવ્હીલરચાલકો પાછળ કૂતરા દોટ મૂકે છે અને વાહનચાલકો ગભરાઇને નીચે પટકાય છે. પાલિકા દ્વારા મળેલ આંકડા મુજબ 2015-16થી લઈ આજદિન સુધી 70 હજારથી વધુ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે.

ખસીકરણના વર્ષ મુજબ આંકડા

વર્ષ મેલ ફિમેલ કુલ
2015-16 2370 2032 4402
2016-14 8236 6238 14474
2017-18 6118 4760 10908
2019-20 3116 2680 5796
2020-21 4042 3198 7240
2021-22 3894 3296 7190
2022-23 3015 2549 5564
2023-24 1974 1724 3698
કુલ 38637 31626 70263

પાલિકાને મળેલી ફરિયાદોના આંકડા

મહિનો ફરિયાદ
મે 91
જૂન 107
જુલાઈ 157
ઓગષ્ટ 124
સપ્ટેમ્બર 123
ઓક્ટોબર 112
નવેમ્બર 100