January 23, 2025

વિનેશ ફોગાટ કેસ પછી, શું UWW વજન માપવાના નિયમોમાં ફેરફાર કરશે?

Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિક 2024 પુર્ણ થઈ ગઈ છે. પરંતુ વિનેશ ફોગાટ ન્યાયની રાહ જોઈ રહી છે. ફાઈનલમાં તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ બાદ તેને CAS પાસે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. હજૂ એ વિશે કોઈ નિર્ણય આવ્યો નથી. આજના દિવસે નિર્ણય આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે કુસ્તીબાજોના વજન સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે.

ફાઇનલ પહેલા ગેરલાયક
ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલ પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. નું વજન શ્રેણી કરતા 100 ગ્રામ વધુ હોવાના કારણે તેને ફાઈનલમાં બાકાત રાખી દેવામાં આવી હતી. જે બાદ વિનેશે (CAS)માં તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી. જેનો ચૂકાદો આવ્યો હજૂ સુધી આવ્યો નથી. પેરિસ ઓલિમ્પિક 2024 પુર્ણ થઈ ગઈ છતા હજૂ નિર્ણય આવ્યો નથી. આજના દિવસે નિર્ણય આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કુસ્તીબાજોના વજન સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે.

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગના વડાનું નિવેદન
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના વડા નેનાદ લાલોવિકે ફાઈનલ પહેલા વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ નિયમો અંગે ચર્ચા કરી હતી. UWW ચીફ નેનાદ લાલોવિકે નિરાશા વ્યક્ત કરતા કહ્યું, “આપણે નિયમોનું સન્માન કરવું જોઈએ. તેની સાથે જે થયું તે મને ખૂબ જ દુ:ખ છે. તેનું વજન ખૂબ જ ઓછું હતું. પરંતુ નિયમો નિયમો છે અને બધું જ સાર્વજનિક છે. બધા એથ્લેટ્સ ત્યાં છે અને યોગ્ય વજન ન હોય તેવી વ્યક્તિને સામેલ કરવી અશક્ય છે.”

આ પણ વાંચો: નિરજ ચોપડા ભારત કેમ પરત ફર્યો નથી?

ઓલિમ્પિક કુસ્તી માટે વજનના નિયમો શું છે?

  • કોઈ રમતવીરને ગંભીર ઈજા થઈ હોય, પરંતુ તેના માટે તે કુસ્તી એસોસિએશનને મેડિકલ સર્ટિફિકેટ આપવું પડશે. ઉપરાંત, સંબંધિત વજન વર્ગમાં સ્પર્ધાના દિવસના ઓછામાં ઓછા 12 કલાક પહેલાં આ કરવું શક્ય છે.
  • તમામ સ્પર્ધાઓ માટે, સંબંધિત વજન-શ્રેણી માટે દરરોજ સવારે વજન રોજ કરવામાં આવે છે. મેડિકલ ચેકઅપ 30 મિનિટ સુધી ચાલે છે. સામાન્ય રીતે કુસ્તીની મેચો બે દિવસમાં સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, બીજા દિવસે ફક્ત જે ખેલાડીઓ ફાઇનલમાં પહોંચી ગયા છે તેઓ તેમનું વજન માપવા આવે છે. બીજા દિવસે વજન માપન કાર્યક્રમ લગભગ 15 મિનિટ સુધી ચાલે છે.
  • કુસ્તીબાજોએ મેડિકલ તપાસમાં હાજર રહેવું પડશે. તેમની સાથે તેમનું ઓળખ પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • વજન કરવા માટે, એથ્લેટે માત્ર સિંગલ જર્સી પહેરવી હોવી જોઈએ. કોઈપણ ચેપી રોગથી પીડિત કોઈપણ કુસ્તીબાજને તપાસ કર્યા પછી ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે.
  • ખેલાડી વજન કરવા આવતો નથી તો તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવશે. તે રમતવીરને કોઈ રેન્ક આપવામાં આવશે નહીં. કોઈ ખેલાડી સ્પર્ધા દરમિયાન ઈજાગ્રસ્ત થાય છે તો તેને બીજા દિવસે વજન કરવા માટે હાજર રહેવાની જરૂર નથી