ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

નર્મદા: ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મગરના ભયના કારણે શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારા લગાડવામાં આવ્યા છે. બીજી તરફ શહેરાવ નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વર્ષ સ્નાન કરી રહ્યા છે. તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલંઘન થઈ રહ્યુ છે.
નર્મદા નદીમાં મગર છે અને હાલમાં મગરની બ્રીડિંગ પીરીયડ હોય નર્મદા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર જાહેરનામું બહાર પાડીને સ્નાન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નર્મદા સ્નાનમાં પ્રતિબંધનો ઠેર ઠેર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. નર્મદા સ્નાનથી ભક્તો વંચિત ન રહી જાય તે માટે મહિલા-પુરુષ માટે અલગ બાથરૂમ બનાવી ફુવારા મૂક્યા છે. પરંતુ તંત્રના નર્મદા સ્નાનના નિયમની ધજીયા ઉડાવતા લોકો જોવા મળ્યા હતા. નિર્દોષતાથી કહે છે કે રોકવામાં આવશે તમે નીકળી જઈશું. પરિક્રમાવાસીઓ કહે છે નદીમાં મગરો દૂર છે, વર્ષોથી ગ્રામજનો સ્નાન કરે છે ત્યારે અમે સ્નાન કર્યું.